અશોકકુમાર યાદવ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે ખાસ ડ્રાઇવ આયોજન કરેલ હોય જે અન્વયે નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. આર.કે.કરમટા ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાનાઓની ટીમ દ્વારા ચલાલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨/૨૦૧૯ IPC કલમ.૩૬૩,૩૬૬ તથા પોકસો કલમ.૧૮ વિ. મુજબના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે રાજકોટ જીલ્લાના બેટી ગામેથી પકડી પાડેલ. હતા
Friday, January 10, 2020
New
અપહરણના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને રાજકોટના બેટી ગામેથી ભોગ બનનાર સાથે ઝડપી લેતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી
ગુજરાત
