ખારીરોહરમાં વગર કારણે પિતા, પુત્રીને માર મરાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, January 10, 2020

ખારીરોહરમાં વગર કારણે પિતા, પુત્રીને માર મરાયો

ખારીરોહરના મચ્છુનગર ખાતે પોતાની પુત્રીને વગર વાંકે ગાળો આપી રહેલા ચાર જણાને ગાળો આપવાની ના પાડતાં ચારે પિતા અને પુત્રીને લાકડીથી માર માર્યો છે.

મચ્છુનગર રહીશ રણમલભાઇ મહાદેવભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રે 10.30 વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે ખારીરોહરમાં જ રહેતા વિજય ઉર્ફે ભુરો કચરાભાઇ રાઠોડ, હિતેશ કચરાભાઇ રાઠોડ, સંજય કચરાભાઇ રાઠોડ અને તેના કાકા તેમજ અજુભાઇ નામોરીભાઇ રાઠોડે આવી તેમની પુત્રી પુનમબેન ઉર્ફે રાણીબેનને ગાળો બોલવાનું શરૂ કરતાં ફરિયાદી રણમલભાઇએ ગાળો ન બોલવાનું કહેતાં ચારે જણાએ પહેલાં પુત્રીને ધક બુશટનો માર મારી લાકડી વડે બન્નેને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.