લાકડિયાના ગાયત્રીનગરમાં પોલીસ ફરિયાદ કરી હોવાનું મનદુ:ખ રાખી માતા અને પુત્રને એક મહિલા સહિત ધારિયા સાથે આવેલા ત્રણ જણાએ માર માર્યો છે. 35 વર્ષીય હવાબાઇ ગગડાએ ફરિયાદ નોંધાવી છે કે, બનાવ ગત રાત્રે બન્યો હતો જેમાં ખરવાડમાં જ રહેતા લતિફ આમદ ગગડા, તેના પત્ની હુરબાઇ લતિફ ગગડા અને તેનો પુત્ર ઇરફાન લતિફ ગગડા જે તેમના સબંધી પણ છે તેઓ આવ્યા હતા જેમાં ઇરફાનના હાથમાં ધારીયું હતું. તેમણે પોલીસમાં અમારી ખોટી ફરિયાદ કેમ આપો છો તેમ કહી માતા અને પુત્રને માર માર્યો હતો.
Friday, January 10, 2020
New
કાઇમ
