અમરાપર વાળા ડૂંગરમાં આગથી ઘાસને નુકશાન - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, January 10, 2020

અમરાપર વાળા ડૂંગરમાં આગથી ઘાસને નુકશાન

ખડીરના અમરાપર વાળા ડૂંગરમાં આજે આગે દેખા દેતાં કિંમતી ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. હજારો રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ઘાસચારો બળી જતાં પશુ પાલકો ચિંતિત બન્યા છે.
અમરાપર વાળા ડૂંગરમાં આજે વહેલી સવારે આગે દેખા દીધી હતી. કેવડાતરી વિસ્તારમાં જળની બાજુમાં જ ડૂંગર પર લાગેલી આગથી અંદાજે 15 એકરમાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. આ અંગે ભરત ચાવડાએ જણાવ્યું હતું કે, સવારના આગ લાગી હોવાની સંભાવના છે. ડૂંગરની આગ હોવાથી નજરે ચડી જાય છે તેનાથી આગ પર કાબૂ તો મેળવી લેવાય છે પણ નુકશાન પહોંચાડી જાય છે. જનવસતીથી દૂર આગ ઓલવવા માટે પાણીની વ્યવસ્થા ન હોઇ પગપાળા માણસોને પહોંચવામાં પણ મુશ્કેલી પડે તેવો વિસ્તાર હોવાથી લોકો કોઠાસૂઝ વડે ઝાડના ઝૂંડા વડે આગને કાબૂમાં કરી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ 3 વરસ ચાલે તેટલો ઘાસનો જથ્થો હતો અને તીજી વખત આગનો બનાવ ડુંગરમાં બન્યો હોવાથી અસામાજીક તત્વોએ નિશાન બનાવ્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી.