રણવીર સિંહ ‘જયેશભાઈ જોરદાર' માટે કચ્છમાં, સુરજબારી ચેકપોસ્ટ પાસે શૂટિંગ કર્યું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 11, 2020

રણવીર સિંહ ‘જયેશભાઈ જોરદાર' માટે કચ્છમાં, સુરજબારી ચેકપોસ્ટ પાસે શૂટિંગ કર્યું

બોલીવુડમાં નામના પ્રાપ્ત અભિનેતા રણવીર સિંહ સહિત 300 લોકોના કાફલાએ ગુરુવારના ગાંધીધામની હોટલમાં આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેવો બીજા દિવસે કચ્છના પ્રવેશદ્રાર સમાજ સુરજબારી ચેકપોસ્ટ પાસે શૂટિંગ કરતા નજરે ચડ્યા હતા.
ગાંધીધામની રેડીસન હોટલમાં પહોંચતા મુકેશ આચાર્ય દ્વારા અભિનેતા રણવીર સિંહ, બોમન ઈરાની,અભીનેત્રી શાલીની ચોપડાનું સ્વાગત કરાયું હતુ. બીજા દિવસે કચ્છના પ્રવેશ દ્વાર સુરજબારી ચેકપોસ્ટ ટોલગેટ નજીક નેશનલ હાઈવે પર એક જુના મોડલની કાર પાછળ પોલીસની ગાડીઓ ભાગતી જોવા મળી હતી. ફરી કોઇ ગુનેગારને પકડવા માટે પોલીસ અને ચોર વચ્ચે સંતાકુકડી રમાતી હોવાનું પ્રથમ નજરે જણાયું હતું. પરંતુ ત્યારબાદ કોઇ ફીલ્મની શૂટિંગ ચાલતું હોવાનું ખુલ્યું હતું.
કચ્છની ભુમી ફીલ્મોની શૂટિંગ માટે અજાણ નથી, ગુજરાતી કથા વાર્તા અને ગુજરાતી યુવાનની લાક્ષણીકતાઓ કોમેડી સાથે રજુ કરતી ફીલ્મ 'જયેશભાઈ જોરદાર' નું શૂટિંગ સુરજબારી પાસે ચાલુ કરવામાં આવ્યું હતું. ફીલ્મના મુળ ગુજરાતી ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કરે જણાવ્યું હતુ કે જયેશભાઈની જોરદારની ફીલ્મની શુંટીંગ માટે અમે આવ્યા છીએ. જેમા હીરો રણવીર સિંહ અને બોમન ઈરાની જેવા કલાકારો પણ છે. ત્રણ દિવસ સુધી કચ્છમાં આ ફીલ્મનું શૂટિંગ ચાલવાનું છે. જેમાં 70 થી વધુ ખાનગી સિક્યોરીટી પણ સામેલ છે. ભચાઉ, સામખિયાળી પોલીસ સ્ટેશનના જવાનો સુરક્ષા વ્યવસ્થા જોઇ રહ્યા છે.