મૂળ ભાવનગરના મહુવાના અને મુન્દ્રા ટાટા પાવરમાં નોકરી કરતા દંપતીની માસુમ બાળકીના એકાએક થયેલ મોત ને પગલે પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુન્દ્રાની અદાણી કોલોની સમુદ્ર ટાઉનશીપ મધ્યે રહેતા રિદ્ઘિબેન ભાવિક ત્રિવેદી તેમની એક વર્ષની બાળકી આહનાને નિદ્રાધીન અવસ્થામાં દ્યોડિયામાં સુવડાવીને અકિલા નહાવા ગયા હતા. પણ, તેઓ બહાર આવ્યા ત્યારે એક વર્ષની માસુમ આહનાને મૃત અવસ્થામાં જોઈને ડદ્યાઈ ગયા હતા. આ સમયે તેમનો મોટો પુત્ર પણ ત્યાંજ રમી રહ્યો હતો. જોકે, પતિ પત્ની બન્નેએ પોલીસને જાણ કરી બાળકીનું પીએમ કરાવ્યુ હતું. પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હવે, વધુ તપાસ માટે બાળકીના વીસેરા લેબમાં મોકલાયા છે.
Saturday, January 11, 2020
New
મુન્દ્રામાં નોકરી કરતા મહુવાના દંપતીની નાની બાળકીનું ઘોડિયામાં શંકાસ્પદ મોત
કાઇમ
