ખડાધારમાં દારૂ સાથે બે ઝડપાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, January 20, 2020

ખડાધારમાં દારૂ સાથે બે ઝડપાયા

અમરેલી પોલીસ અધિક્ષક સાવરકુંડલાનાયબ પોલીસ અધિક્ષક અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દૂર કરવા પ્રોહિબિશન લગત પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે પો.સ.ઇ. એેચ.એચ.સેગલીયા તથા નાસતા કરતા સ્કોર્ડ ટીમે ખાંભા પોલીસ સ્ટેશનના ખડધાર ગામે વાહન ચેકિંગમાં હતા તે દરમયાન (૧) મેહુલ રમેશભાઇ બાંમણીયા ઉ.વ.ર૮ રહે. સાવરકુંડલા, શ્રીજીનગર હાલ ભમ્મર (ર) ચિરાગ ધીરૂભાઇ લાઠીયા ઉ.વ.૧૯ રહે. સાવરકુંડલા, લુહાર સોસાયટી તે વિદેશી દારૂની બોટલ નંગ-૧૦, કિ. રૂ. ૧૮પ૦/- તથા મોટર સાયકલ નંગ-૧ કિ. રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ. ૩૧,૧૮૦/- નો મુદ્દામાલ સાથે પકડી ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી હેડ કોન્સ. હિંગરાજસિંહ તથા ગંભીરસિંહ તથા અનકભાઇ તથા પો. કોન્સ. અશોકભાઇ તથા પરિતાબેન તથા નાસતા ફરતા સ્કોર્ડ દ્વારા કરવામાં આવેલ છે.