જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં કારમાંથી ૧૯૬ બોટલ ઇંગ્લીશ દારૂ સહિત રૂા ૧.૫૮ લાખનો મુદામાલ ક્રાંઇમબ્રાંચે ઝડપી લીધો હતો.
જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતી બંધ કરવા એસ.પી. બલરામ મીણાની સુચનાથી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ પી.આઇ. એન.એમ. રાણાએ સ્ટાફના નારણભાઇ પંપાણીયા, પ્રભાતભાઇ બાલસરા, મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ દવે, રહીમભાઇ દલ, દિવ્યેશભાઇ સુવાને સાથે રાખી જેતપુર શહેરમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે ધારેશ્વર વિસ્તારમાં આવેલ ભારત પેટ્રોલીયમ પાછળના બંધ શેડમાં દારૂ અંગેની રેડ કરતા હોન્ડા સીટી કારની ડેકીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંય ૧૯૬ મળી આવતા પોલીસે કાર નં. જીજે-૧-એચવી-૪૬૩૬ કિ.રૂ. ૧ લાખ તેમજ ઇંગ્લીશ દારૂ કિં.રૂા ૫૮,૮૦૦/ મળી કુલ ૧,૫૮,૮૦૦/- નો મુદામાલ ઝડપી લીધેલ હતો. દારૂ અંગે તપાસ કરતા અશ્વીન વિનોદભાઇ વેગડા (રહે. ભાદરના સામા કાંઠે), વિક્રમસિંહ બહાદુરસિંહ પરમાર (રહે. ફુલવાડી) બંન્ને સંડોવાયેલ હોય આ અંગે શહેર પોલીસમાં ગુન્હો દાખલ કરાવી બન્ને શખ્સોને પકડી પાડવાઙ્ગચક્રો ગતીમાન કર્યા છે
