જામનગર મેઘપર પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯/૧/ર૦ર૦ના આ કામના આરોપી કેટાકાર નં જી.જે.૧ર-ડી.જી.૦૭૭૭ નો ચાલક ધર્મદિપસિંહ પ્રદિપસિંહ ચુડાસમાં ગફલત ભરી રીતે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવી રેલ્વેના ખુલ્લા ફાટક પાર મોડપર ગામ તરફથી આવતી માલગાડી ટ્રેન સાથે ફાટક ક્રોસ કરતી વખતે કાર ભટકાડી કારની અંદર બઠેલ સાહેદ અર્જૂનસિંહ બહાદુરસિંહ જાડેજાને માથામા કપાળના ભાગે તેમજ નાકમાં ગંભીર ઇજા કરી અને ગાલના ભાગે ફ્રેકચરની ઇજા કરી તથા દિવ્યરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાને ગંભીર ઇજા પહોંચાડી તેમજ પોતાને શરીરે ગંભીર ઇજા પહોંચાડી પોતે મરણ જતા ગુનો કરેલ છે.
