મોરબી એ ડીવીઝન પોલીસે મોરબીના લીલાપર રોડ પર આવેલ ખાડિયાવાસમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ. બી.ડી.પરમાર, ચકુભાઈ કરોતરાને મામેલ બાતમીના આધારે મોરબીના લીલાપર રોડ પર આવેલ ખાડિયાવાસમાં રહેતા આરોપી મુનાભાઈ વાલાભાઈ ભરવાડના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૫ કીમત રૂ.૪૫૦૦ કબજે કરી આરોપી હાજર નહિ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Saturday, January 25, 2020
New
