અક્ષય કુમાર સ્ટારર બચ્ચન પાંડેનો ન્યુ લુક, બદલાઇ રિલિઝ ડેટ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, January 28, 2020

અક્ષય કુમાર સ્ટારર બચ્ચન પાંડેનો ન્યુ લુક, બદલાઇ રિલિઝ ડેટ


સાજીદ નડિયાદવાલાની બચ્ચન પાંડે હવે 2021ની 22મી જાન્યુઆરી રિલિઝ થશેસાજીદ નડિયાદવાલાની અક્ષય કુમાર અભિનિત ફિલ્મ બચ્ચન પાંડેની જાહેરાત જુલાઇ 2019માં થઇ હતી અને 2020ની ક્રિસમસના રોજ રિલિઝ થવાની હતી. જો કે હવે આ ફિલ્મ 22 જાન્યુઆરી 2021ના રોજ રિલિઝ થશે. ફોરેસ્ટ ગમ્પ પરથી બનેલી રહેલી આમીરની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાની રિલિઝ સાથે ક્લેશ થવાની શક્યતાઓ ટાળવા માટે અક્ષય કુમાર અને સાજીદે પોતાની ફિલ્મની રિલિઝ ડેઇટ બદલી નાખી છે. બચ્ચન પાંડેના નવા રિલિઝ થયેલા પોસ્ટરમાં અક્ષયનો ક્લોઝ અફ જોવા મળે છે. લુંગી અને દાઢીમાં સજ્જ અક્ષયે જાડી સોનાની ચેઇન ચઢાવી છે અને માથે હેડ બેંડ પણ બાંધ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની નવી રિલિઝ ડેઇટની જાહેરાત કરાઇ છે. નવી તારીખની જાહેરાત અક્ષય કુમારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કરી છે જેમાં તેણે આમીરને સંબોધીને એમ પણ લખ્યું છે કે અંતે તો આપણે મિત્રો છીએ.