સવારે સાડા દસના અરસામાં સિલીંગ ફેનમાં પત્નીના ડ્રેસના દુપટ્ટાનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે કૌશિકની 62 વર્ષિય માતા જયશ્રીબેને દીકરાના માથા પર દેવું વધી જતાં તણાવમાં આવી જઈ આપઘાત કર્યો હોવાનું પોલીસને જણાવ્યું છે.ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ પાડી છે. મૃતકના પરિવારજનો ઊંડા આઘાત અને શોક સરી પડ્યાં હોઈ પોલીસ તેમના નિવેદન લઈ શકી નથી. પીએસઆઈ પાતાણીએ જણાવ્યું કે મૃતક યુવક દરજીકામ કરતો હતો. જો કે, શા માટે તેને કરજ થયું હતું? વ્યાજે નાણાં લેવાયા હતા કે કેમ? વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને તેણે આ પગલું ભર્યું છે કે કેમ વગેરે બાબતો પરિવારજનોના નિવેદનો અને વિસ્તૃત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
Tuesday, January 28, 2020
New
