જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, અલંગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૯ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી કમલેશભાઇ ઝવેરભાઇ મેર રહે.ગઢુલા, તા.તળાજા વાળો ત્રાપજ બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. તેવી હકિકત મળતા સ્થળ ઉપર જતા મજકુર કમલેશભાઇ ઉર્ફે કમો ઝવેરભાઇ મેર ઉ.વ.૨૨ રહે.ગઢુલા, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા અલંગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ વિ. મુજબનો ગુન્હો નોધાયેલ હોય મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અલંગ પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.
Tuesday, January 28, 2020
New
