૨૦૨૦ના પ્રથમ દિને કચ્છનાં યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સેવાકીય સંસ્થા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તથા ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ચાલતા નાઈટ સેક્ટર હોમમાં સાધુ, સંતો, ફકીર, ઘર વિહોણા, રખડતાં ભટકતાં વ્યક્તિઓ આશરો મેળવે છે ત્યાં જઈ તેમને આ અસહ્ય ઠંડીમાં રાહત રૂપ બનવા 55થી વધુ લોકોને ઉની ગરમ સ્વેટર, બુટ, ચપ્પલ અને કપડા વિતરણ કરી આશિર્વાદ મેળવ્યા હતા. નેશનલ લાઇવ લ્યુડ મિશન અંતર્ગત ભુજ નગરપાલિકા કચેરી અને શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અંતર્ગત ચાલતાં નાઈટ સેલ્ટર હોમમાં ૫૫ થી વધુ નિરાધારો આશ્રય મેળવે છે, 2020ની સાલના પ્રથમ દિવસે તેમને મળવાનો, તેમના સુખ દુ:ખમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો તેમની શુભેચ્છાને અર્શિર્વાદ મને મળેલ છે, તેમ સાંસદ વિનોદચાવડાએ જણાવ્યું હતું. આ સમયે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર બોડાત, એમ.યુ.એલ.એમ શાખાનાં મેનેજર કિશોર શેખા તેમજ સેલ્ટર હોમના કમીટી ના કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યાં હતા.
