દાવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે ચાલી રહેલ ૫૦મી વાર્ષિક ‘વર્લ્ડ ઈકોનોમીક ફોરમ’ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયેલ અને શ્રી મનસુખ માંડવિયા દેશનાં ખ્યાતનામ ઉધોગપતિઓને લઈને હાજરી આપી રહેલ છેઆ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ દેશનાં રાજનેતાઓ તથા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે દ્વિપક્ષીય, રાઉન્ડ ટેબલ તેમજ વન-ટુ-વન મીટીંગ કરી તથા ભારત દેશમાં મૂડીરોકાણની તકો અંગે જાણકારી આપી આમંત્રિત કરશે.આ પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ UNAIDS (એચ.આય.વી / એડ્સ પર સંયુક્ત સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ)ના ઉચ્ચ-સ્તરના રાઉન્ડટેબલમાં મીટીંગમાં હાજરી આપી હતી. UNAIDSનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં વિશ્વને એઇડ્સ મુક્ત બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા સરકાર અને ખાનગી ક્ષેત્રની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનો છે.
Wednesday, January 22, 2020
New
