કચ્છની ૯ ગ્રા.પં.ની પેટા ચૂંટણીના પરિણામો જાહેર... - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 22, 2020

કચ્છની ૯ ગ્રા.પં.ની પેટા ચૂંટણીના પરિણામો જાહેર...

ભુજ કચ્છ જિલ્લાની ૯ ગ્રામ પંચાયતોમાં રવિવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. ધારણા કરતા ઓછા થયેલા મતદાનને પગલે ચૂંટણી પરિણામો અંગે પણ અસમંજસતા જાવા મળી હતી. આજે સંપન્ન થયેલી મત ગણતરી બાદ પરિણામોથી કહી ખુશી કહી ગમ જેવો માહોલ જાવા મળ્યો હતો. વિજેતા સભ્યોના સમર્થકોએ ભવ્ય ઉજવણી કરી હતી.આ અંગેની વિગતો મુજબ ભુજ તાલુકાની કુકમા, દેશલપર, હાજાપર અને માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં સભ્યની, ભચાઉ તાલુકાના કલ્યાણપર અને વોંધ ગ્રામ પંચાયતમાં સભ્યની જયારે રાપર તાલુકાની વ્રજવાણી, નખત્રાણા ગ્રા.પં. અને જડોદર ગ્રામ પંચાયતમાં સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી. ચારેય મામલતદાર કચેરી ખાતે આજે મામલતદારોની અધ્યક્ષતામાં મતગણતરી પ્રક્રિયા યોજાઈ હતી. મતગણતરી દરમિયાન ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે ઉત્સુકતા જાવા મળી હતી.નખત્રાણા સરપંચ પદે લીલાબેન પાંચાણી, જડોદરના સરપંચ પદે વનિતાબેન અને વ્રજવાણીના સરપંચ પદે નરસિંહ હરખાભાઈ ચૌધરી વિજયી જાહેર થયા હતા. ભુજ તાલુકાની દેશલપર ગ્રામ પંચાયતમાં વોર્ડ નં. ૬ પેટા ચૂંટણીમાં ૧૬૭ મતો પડ્યા હતા. હરેશ ખીમજી માવાણીને ૧૬૪ મત મળતાં તેઓ વિજયી બન્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી લીલાબેન નરશી ભગતને ૬૦ મત મળ્યા હતા. જયારે નોટામાં ૩ મતો પડ્યા હતા.  હાજાપર વોર્ડ નં. ૪માં નામોરી કાનજી મહેશ્વરી ૬૮ મત મેળવી વિજેતા બન્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી પરેશ મગનભાઈ મહેશ્વરીને ર૮ અને નોટામાં ૪ મત પડ્યા હતા.કુકમા વોર્ડ નં. ૬મા અમૃતલાલ બેચરલાલ વણકર ર૧૭ મત મેળવી વિજય કુચ કરી હતી. જયારે મેઘજી હિરજીભાઈ મહેશ્વરીને ૧પ૮ , નોટામાં ૬ મત પડ્યા હતા.  માધાપર નવાવાસ વોર્ડ ૧પની રસાકસી ભરી પેટા ચૂંટણીમાં વિનોદ માવજી પિંડોરિયાને ર૯૧ મત મેળવી ૧૬૮ મતોની લીડથી જીત્યા હતા. તેમના હરીફ નાનજી ભીમજી વાગડિયાને ૧ર૩ મત મળ્યા હતા. ૪ મતદારોને નોટાનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી વેળાએ રવાજી જાડેજા, ભુપતસિંહ સહિતના કર્મચારીઓ ઉપÂસ્થત રહ્યા હતા.ભચાઉ તાલુકાની વોંધ ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૧૧માં મહેશ ભીખાભાઈ બારોટે ૧૩૪ મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. જયારે કલ્યાણ પર ગ્રામ પંચાયત વોર્ડ ૬માં પ્રવીણ શંભુભાઈ કોલીએ પ૩ મત મેળવી વિજય કુચ કરી હતી તેવું મામલતદાર કચેરીના શ્રી હુંબલે જણાવ્યું હતું.