પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, બાતમી આધારે પોલીસ સ્ટાફ કચ્છ યુનિવર્સિટી અંદર આવેલી સમરસ કન્યા હોસ્ટેલ પાસે એક ગનમેન ઉભેલો દેખાતા તેનું નામ સુરેન્દ્રસિંઘ છિતરસિંઘ રાજાવત (ઉ.વ.40) હોવાનું કહ્યું હતું. શક્તિ સિક્યુરીટી સર્વિસ કંપનીમાં ગનમેન તરીકે સમરસ કન્યા હોસ્ટેલમાં ફરજ બજાવતો હોવાનું અને પોતે ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ નલવાડી આસામનું લાઇસન્સ સમગ્ર દેશમાં હથીયાર પરવારો તા.11-7-2022 સુધી ધરાવે છે. બે નાળવાળી બારબોર બંદુકના હથીયાર પરવાનાની કચ્છના જિલ્લા મેજીસ્ટ્રેટ કે સક્ષમ અધિકારી પાસે નોંધ કે પરવારનો મેળવેલ ન હોવાથી આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી બંદુક અને જીવતા કાર્ટીઝ નંગ 18 હથીયાર ડિપોઝીટ તરીકે જમા લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Monday, January 6, 2020
New
કાઇમ
