ભુજ શહેર સહિત સમગ્ર કચ્છમાં એક તરફ લોકોએ ઉત્તરાયણ પર્વની પતંગબાજી દ્વારા મોજ માણી હતી. તો બીજી તરફ અમુક લોકોની બેદરકારીભરી આ મોજ નિર્દોષ પંખીઓ માટે જીવલેણ સાબિત થઈ હતી. મળતી વિગતો અનુસાર કચ્છમાં પતંગ દોરીની અઢીસોથી વધુ પક્ષીઓની પાંખો કપાઈ હોવાના અહેવાલો છે. જેમાંથી ૧૦૦થી વધુ પક્ષીઓના કરૃણ મોત નિપજ્યા હતા. ઘાયલ પક્ષીઓને બચાવવા માટે જીવદયા પ્રેમીઓ, સેવાભાવી સંસૃથાઓ, ટ્રસ્ટો દ્વારા કેમ્પો રાખવામાં આવ્યા હતા. ભુજના ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા પાસે યોજાયેલા સુશ્રૃષા કેમ્પમાં દિવસ દરમિયાન ૩૦ જેટલા ઘાયલ પક્ષીઓની ઈમરજન્સી સારવાર કરાવી હતી. જેમાંથી બે પક્ષીઓને થોડી સારવાર આપી ઉડાડી મુકવામાં આવ્યા હતા. જોકે પાંચ જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા અને ૨૩ જેટલી પક્ષીની સર્જરી કરી સુપાર્શ્વ જૈન સેવા મંડળની ન પશુ હોસ્પિટલ કરૃણાધામ ખાતે સારવાર આપવા સૃથળાંતર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માંડવી-૧, અંજાર-૧૨, કુકમા-૩, સુખપર-૨, મુંદ્રા-૧, આદિપુર-ગાંધીધામ-૧૦ અને માધાપરમાં ૪ પક્ષીને સારવાર આપવામાં આવી હતી. આ વર્ષે સંસૃથા દ્વારા કુલ ૭૨ ઘાયલ પક્ષીને સારવાર આપવામાં આવી હતી. ૨૦ ડોકટર અને ૧૦ એલ.આઈ. સાથે ૩૦ સભ્યોની ટીમ કાર્યરત કરાઈ હતી. આ કેમ્પ દરમિયાન સેવાભાવિ સંસૃથાઓ દ્વારા ઘાયલ પક્ષીની સારવારમાં સહયોગ આપનાર જીવદયાપ્રેમીઓને સર્ટીફિકેટ અને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જ્યારે કરૃણા અભિયાન અંતર્ગત મકરસંક્રાતિએ દોરાથી ઘાયલ ૭૬ જેટલા પશુ-પક્ષીઓને જીવ બચાવાયા હતા. સંસૃથાના સુત્રોના જણાવ્યા પ્રમાણે પશુ ચિકિત્સાલય અભિયાનમાં કુલ ૯૩ જેટલા પશુ-પંખીને સારવાર માટે લવાયા હતા. જે પૈકી ૧૭ જેટલા સારવાર પૂર્વે જ મૃત્યુ પામ્યા હતા અને બીજા સારવાર બાદ મૃત્યુ પામ્યા હતા. જેમાં ૮૭ કબુતર, ૧ હોલો, ૨ કાગડા, ૧ ગાય, ૧ બકરી અને ૧ ગાધેડાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તો માધાપર એકતા જીવદયાપ્રેમી ગૃપ માધાપર એકતા બ્લડ ગુ્રપ દ્વારા રખાયેલા કેમ્પમાં જ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આપી હતી અને એક નું સારવાર દરમિયાન મોત થયું હતું.
