અંજારની મહિલા પોલીસ કોન્સ્ટેબલના એસ.ટી. કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા પતિએ અગમ્ય કારણોસર ગળે ફાંખો ખાઇ લીધો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે, જો કે, કયા કારણોસર આ અંતિમ પગલું ભરી લીધું તેનું કારણ હજી પણ અકબંધ છે.
અંજાર પોલીસ મથકે વુમન એ.આર. તરીકે ફરજ બજાવતા રેખાબેન કુરશીભાઇ રબારીએ આ બાબતે પોલીસને કરેલી જાણમાં તેમણે નોંધાવ્યું છે કે,પોલીસ લાઇનમાં રહેતા તેમના રૂમ પાર્ટનર અંજાર પોલીસ મથકે મહિલા કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા પવનબા મોહનજી ચૌહાણના પતિ કિરણસિંહ લક્ષ્મણસિંહ હડિયોલે ગત રાત્રે 12 વાગ્યાથી સવારે 7.30 વાગ્યા દરમીયાન રૂમમાં ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું છે.
મૃતક કીરણસિંહ અંજાર એસટી ડેપોમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેમણે કરેલી માંગ મુજબ તેમને છેલ્લી ડ્યુટી સંતરામપુરની અપાઇ હતી જે પુરી કરી તેઓ પોલીસલાઇનમાં ઘરે આવ્યા હતા અને ત્યાર બાદ આ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે. પોતાની છેલ્લે ફરજ પુર્ણ કરી મોબાઇલમાં આવજો એમ લખી પોસ્ટ કર્યું હોવાનુ પણ જણાયું છે. કયા કારણોસર આ પગલું તેમણે ભરી લીધું તે બાબતે પોલીસે તપાસ આદરી છે.