ગત નવેમ્બર માસમાં ગાંધીધામ બી-ડિવીઝન પોલીસ અને આર. આર. સેલ.ની ટુકડી અને ખાણ ખનીજની ટીમે લીઝધારકને સાથે રાખી ધુણઇમાં આવેલી સહજાનંદ ક્રશ મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં બ્લેક ટ્રેપની લીઝ પર રેડ પાડી હતી. લીઝની બહાર ખનન થતું હોવા અંગે જાણ થતા કાર્યવાહી કરાઇ હતી જે ખનીજચોરીનો આંક 31 કરોડને આંબી ગયો છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત નવેમ્બર માસી 27મી તારીખે ખાણ ખનીજ વિભાગ, આર. આર. સેલ અને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે લીઝધારક પ્રગ્નેશ ઠક્કરને સાથે રાખી માંડવીના સર્વે નંબર 331 પૈકી 1માં 3 હેકટર વિસ્તારમાં તા.30-7-1981ના રોજ સહજાનંદ ક્રશ મેટલ ઇન્ડસ્ટ્રીઝના નામે મંજુર થયેલી બ્લેકટ્રેપની લીઝમાં ખનીજની કવોરીલીઝ 1819 કયુ.એલ. તેમજ કરશન કેરાઇ જાદવાના નામે આવેલા સર્વે નંબર 331 પૈકી 1માં 1 હેકટર વિસ્તારમાં તા.18-12-1991ના મંજુર થયેલી બ્લેકટ્રેપની લીઝ કવોરી 3861 કયુ.એલ.માં તપાસ કરી લીઝધારકો દ્વારા કરાયેલા ખનનની માપણી કરાઇ હતી.
લીઝના નકશા અને કરારખત મેળવી સર્વેયર દ્વારા નકશો તૈયાર કરાવાયો હતો. ખનન કરાયેલી જમીનના ક્ષેત્રફળનો નકશો અને લીઝધારકને મંજુર થયેલી લીઝનો નકશામાં સુસંગતતા જણાઇ હતી. સર્વેયર દ્વારા રજુ થયેલા નકશા અને મંજુર થયેલા આંકડાઓની તપાસણી કરતા અધધ ખનીજ ચોરી જણાઇ આવી હતી.
લીઝમાં કુલ 281690.79 મેટ્રીક ટન ઉત્પાદન થયેલ તેમજ ખોદકામ થયેલ જથ્થામાં સરખાવતા 222853.30 મેટ્રીક ટન ખોદકામ બિનઅધિકૃત રીતે નિકાસ કરેલ હોઇ જાહેરનામા બદલ બ્લેકટ્રેપ ખનીજ કિંમત રૂપીયા 315 પ્રતી મેટ્રીક ટન 26 ટકા લેખે 7,01,98,790 તો ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરના પરીપત્ર મુજબ 1,82,51,685 પર્યાવરણની નુકસાનીના વળતરની રકમ વસુલવાની હોય છે.
તો કવોરી લીઝ વીસ્તાર બહાર થયેલા ખનન 176283.82 મેટ્રીક ટન બદલ 8,84,50,745 રૂપીયા, ગેરકાયદેસર ખોદકામ અને ખનન બદલ 5,55,29,403 રૂપીયા તેમજ ગાંધીનગરના પરીપત્રની જોગવાઇ મુજબ 1,44,37,645 એમ કુલ પંદર કરોડ ચોર્યાસી લાખ સતર હજાર પાંચસો ત્રેવીસી રૂપીયા વસુલવાની ફરીયાદ ખાણ ખનીજ ઇન્સપેકટર જે. આર. પટેલે નોંધાવી છે.
તો બીજી તરફ લીઝ બહાર સંગ્રહ કરેલી સાદી રેતી ખનીજના 2207.74 મેટ્રીક ટન સંગ્રહ સબબ 5,29,858 રૂપીયા તો સંગ્રહ કરેલી કપચી ખનીજ 1518.70 મેટ્રીક ટન બદલ 5,46,732, સંગ્રહ કરેલી ગ્રીટ ખનીજ બદલ રૂપીયા 25,76,451 તેમજ જુદા જુદા જાહેરનામા અને પર્યાવરણના નુકસાન બદલની કિંમત ગણી કુલ રૂપીયા પચાવન લાખ અઠોતેર હજાર ત્રણસો ઓગત્રીસ રૂપીયા વસુલવાનું ફરીયાદમાં લખાવાયું છે.
1992થી 2019 સુધી ઉત્પાદન નિકાસના આંકડા સાથે સરખાવતા 389103.873 મેટ્રીક ટન બ્લેકટ્રેપ ખનીજનું ખોદકામ થયેલ હોવાનું જણાતા કવોરી લીઝ વિસ્તારમાંથી તમામ ગેરકાયદેસર ખોદકામ બદલ મેટ્રીક ટન 315 રૂપીયા લેખે 12,25,67,720 તેમજ પર્યાવરણની નુકસાની બદલ રૂપીયા 3,18,67,606 આમ કુલ પંદર કરોડ ચુમાલીસ લાખ પાત્રીસ હજાર સાતસો વીસ વસુલવા અંગે ખાણ ખનીજ વિભાગે નોંધાવ્યો છે. માંડવી પોલીસ મથકે કમલભાઇ કનકશીભાઇ ઠક્કર (રહે. ભુજ) વાળા સામે રોયલ્ટી ઇન્સ્પેકટરે ફરીયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.