જમ્મુ-કાશ્મીરના નગરોટામાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. જમ્મ-શ્રીનગર નેશનલ હાઈવે પર આવેલા નગરોટા ટોલ પ્લાઝા પર આતંકવાદીઓએ અંધાધૂન ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતા ભારતીય સેના તરફથી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની માહિતી મળી છે.
આ અથડામણમાં એક જવાન ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે ટોલ પ્લાઝા પર એક ટ્રકને ચેકિંગ માટે રોકવામાં આવ્યો હતો. ત્યારે ટ્રકમાં છુપાયેલા બે આતંકવાદીએ અંધાધૂન ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટના બાદ નેશનલ હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો હતો. ડીજીપીએ જણાવ્યું કે ત્રણ-ચાર આતંકવાદીઓનું એક જૂથ શ્રીનગર જઈ રહ્યું હતું. ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસે અને સેનાએ સંયુક્ત સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે.
