ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં ગુરૂવારના રોજ જે યુવકે 23 બાળકોને કેદી બનાવી લીધા હતા. તેની પત્નીને સ્થાનીક લોકોએ ઢોર માર મારીને હત્યા કરી દીધી છે. આરોપી યુવકની પોલીસે 11 કલાકના ઓપરેશન દરમિયાન એનકાઉન્ટર કરી તમામ બાળકોને સુરક્ષિત બચાવી લીધા છે. સુભાષ બાથમ નામના એક વ્યક્તિએ આ બાળકોને જન્મદિનના બહાને બોલાવ્યા અને પછી તેમને બંધક બનાવી લીધા હતા.
કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે, પોલીસ અથડામણમાં આરોપીની પત્નીએ ભાગવાનો પ્રયત્ન કરતા ગ્રામજનોએ ઈંટો અને પથ્થરોથી ઢોર માર માર્યો હતો. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
