માંડવી પોલીસ મથકમાં ફરાદી ગામના તલાટી મંત્રીને બોલાવી ખનીજ ચોરીમાં અને પવન ચક્કીના કામમાં કેટલા રૂપિયા મળે છે તેમ પુછતાં પોલીસ કર્મચારીઓ અને તલાટી મંત્રી વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં તલાટી મંત્રીને માથાના ભાગે લોકઅપનો સળિયો વાગતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ મથકમાં બનેલા ઝપાઝપીના દ્રશ્યોનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. બનાવ સંદર્ભે માંડવીના પાંચોટીયા ગામના અને ફરાદી ગામના તલાટી મંત્રી પુનશી ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બનાવ શુક્રવારે બપોરના અરસામાં બન્યો હતો. માંડવી પોલીસ મથકના જશવંતદાન ગઢવી અને અશોક ચાૈધરી તેમજ અન્ય બેથી ત્રણ જણાઓએ તમારા ગામમાં ખનીજ ચોરી થાય છે કે, કેમ પવન ચકી આવે છે તેમા કેટલા મળે છે તેવું પુછતા પુનશીભાઇએ પોતે તલાટી ન હોવાનું અને મંત્રી હોવાથી આ બાબતે કઇ જ ખબર ન હોવાનું કહેતાં મંત્રીના આક્ષેપ પ્રમાણે પોલીસ કર્મચારીઓએ ગાળા ગાળી કરતાં તેમણે ગાળો બોલવાની ના કહેતા પોલીસ કર્મચારીઓએ હાથા પાઇ ચાલુ કરી દેતાં પોલીસ કર્મચારીઓ અને પુનશીભાઇ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં પોલીસ કર્મચારીઓ બળજબરીથી પુનશીભાઇને લોકઅપમાં પૂરવા જતાં લોકઅપનો સળીયો તેમને માથાના ભાગે વાગ્યો હતો. બીજીબાજુ પુનશીભાઇ પર અગાઉ પણ પોલીસ કર્મચારીઓ દ્વારા માર માર્યાના બનાવ બની ચુક્યા હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યું હતું જ્યારે આબાબતે માંડવી પોલીસમાં મોડે સુધી કોઇ જ ફરિયાદ કે બનાવની નોંધ થઇ ન હતી.
Saturday, January 4, 2020
New
કાઇમ
