લગ્ને લગ્ને કુંવારો આખરે સળિયા પાછળ, કિશોરીઓને ફોસલાવી પાંચ-પાંચ લગ્ન કરનારો કચ્છી યુવાન ઝડપાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 1, 2020

લગ્ને લગ્ને કુંવારો આખરે સળિયા પાછળ, કિશોરીઓને ફોસલાવી પાંચ-પાંચ લગ્ન કરનારો કચ્છી યુવાન ઝડપાયો

પાલઘર જિલ્લાના વાડા પોલીસે અનેક કિશોરીઓને ફોસલાવીને પાંચ પાંચ લગ્ન કરનાર કચ્છી યુવાનને કચ્છના રાપર પાસેના ગામમાંથી ઝડપીને નકલી દસ્તાવેજોના આધારે લગ્ન કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વાડા પાસે કુડુસ ગામની 17 વર્ષની એક કચ્છી કિશોરીને લલચાવી- ફોસલાવીને લગ્ન કરનાર નવી મુંબઇના નેરુલમાં રહેતા શૈલેષ રાધુ ચામડિયા (પટેલ)ની પોલીસે અપહરણ અને દુષ્કર્મ કરવાના કેસમાં ધરપકડ કરી છે.
આરોપી નાની ઉંમરની કિશોરીઓને ભોળવવામાં માહેર
આ કૌભાંડમાં નવી મુંબઇમાં બનાવટી દસ્તાવેજો બનાવનાર અને કચ્છના અમુક ગામના તલાટીઓ સહિત અનેક લોકો સંડોવાયેલા હોવાનું પોલીસને મળેલા દસ્તાવેજો પરથી બહાર આવ્યું છે. આ રીતે નાની ઉંમરની કિશોરીઓને ભોળવી લગ્ન કરવાના કૌભાંડનો આરોપી ઝડપાઇ જતાં સમગ્ર વાગડ લેઉઆ પટેલ સમાજમાં ઊહાપોહ મચી ગયો છે. 
આથી ફરિયાદીના પરિવારજનોએ કચ્છના રાપર ગામની તાલુકા પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર અને મેરેજ સર્ટિફિકેટ વિશે તપાસ કરતાં આ બનાવટી દસ્તાવેજ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ વાતની અમને જાણ થતાં જ અમે એક પોલીસ ટુકડીને ગુજરાત રાજ્યના કચ્છમાં જઇને આરોપી શૈલેષ પટેલની ધરપકડ કરી હતી. બાદમાં અમે શૈલેષ સામે આઇપીસીની કલમ 376 અને પોસ્કો એકટની કલમ 4,8 અને 12 હેઠળ ગુનો દાખલ કરીને રિમાંડ પર લીધો હતો.
કચ્છના પ્રાગપરનો વતની અને નવી મુંબઇના નેરુળમાં રહેતો 26 વર્ષના શૈલેષ પટેલે આ અગાઉ કચ્છની પટેલ, દરજી અમદાવાદની એક અને મુંબઇની મહારાષ્ટ્રિયન કિશોરી સાથે પણ લગ્ન કર્યાં છે. વાડાની કિશોરી સાથે તેનાં આ પાંચમાં લગ્ન હતાં. તેની પાસેના મોબાઇલમાંથી અનેક કિશોરીઓના નંબરો, ચેટિંગ ફોટો અને વાંધાજનક વિડિયો મળી આવ્યા છે. આરોપી મેરેજ કર્યા પછી કિશોરીના પરિવારજનો પાસેથી ખંડણી માગીને લગ્ન રફેદફે કરીને તેઓની દીકરીઓ પાછી આપવાનું ષંડયત્ર ચલાવી રહ્યો હતો. શૈલેષ ખારમાં એક રેડીમેડ ગારમેન્ટમાં નોકરી કરતો હતો.