કચ્છમાં સૂર-તાલના સથવારે નવા વર્ષના વધામણા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 1, 2020

કચ્છમાં સૂર-તાલના સથવારે નવા વર્ષના વધામણા

૨૦૧૯ના વર્ષને વિદાય-ર૦ર૦ના વર્ષને આવકારઃ મધરાત્રે આતશબાજી સાથે કેક કાપીને હેપી ન્યુ યર પાર્ટી
તસ્વીરમાં ર૦ર૦ના વર્ષના પ્રથમ દિવસે સુર્યનારાયણના દર્શન થયા તે નજરે પડે છેર૦૧૯ના વર્ષને વિદાય અને ર૦ર૦નાં વર્ષને આવકારવા માટે કાલે કચ્છમાં સૂર-તાલના સથવારે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાલે રાત્રીના કચ્છ થર્ટીફર્સ્ટની નાઇટમાં ઝુમી  ઉઠયું હતું. શહેરની હોટલો અને આસપાસના રિસોટર્સમાં હાઇ-ફાઇ ન્યુયર પાર્ટીઝની ધૂમ મચી હતી. અબાલ-વૃધ્ધ, દંપતીઓ-પરીવારો એમ સહુએ દમદાર પાર્ટીઓ માણી હતી. ખાસ કરીને યંગસ્ટર્સ વ્હાલા સંગાથ સાથે વેસ્ટને ડાન્સ કરીને રાતને રંગીન બનાવી દીધીહતી. સતત ચારકલાકની મોજ-મસ્તી બાદ ચકાચોંધ આતશબાજી સાથે નવા વર્ષને વેલકમ કરવામાં આવ્યું હતું. કચ્છમાં રિસોટર્સ અને મોંઘી હોટેલોમાં જાકમજોળ ભરી પાર્ટીઓ અને મોંઘી હોટલોમાં જાકમજોળ ભરી પાર્ટીઓ રાતે ૮ વાગ્યાથી જ શરૂ થઇ ગઇ હતી. કયાંક  બોલીવુડ થીમ તો કયાંક હોલીવુડ થીમ પર પાર્ટીઓ ગોઠવાઇ હતી