કલેકટર કચેરી નજીકના દબાણો હટાવાતાં અફરાતફરી મચી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 1, 2020

કલેકટર કચેરી નજીકના દબાણો હટાવાતાં અફરાતફરી મચી

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની રહી છે. ત્યારે ગતરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા કલેકટર કચેરી નજીક તેમજ કોજી વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર દબાણમાં ઉભા કરાયેલા લારી ગલ્લા હટાવવામાં આવતાં અફરાતફરી મચી જવા પામી હતી.પાલનપુર ખાતે એરોમા સર્કલ ફરતે થતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે. જ્યાં અમદાવાદ હાઇવે તરફના પાણી નિકાલ માટેના ડ્રેનેજ તોડી પાડી માર્ગ પહોળો બનાવવામાં આવ્યો છે. બીજી તરફ છેક હનુમાન ટેકરી સુધી હાઇવે નજીકના દબાણો દૂર કરવામાં આવ્યા છે.દરમિયાન તંત્ર દ્વારા હવે શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે દબાણહટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંગે નગરપાલિકાના મેન્ટેનન્સ સર્વેયર આર. કે. સેંગલએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર સંદિપ સાંગલેની સૂચનાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા માટે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મંગળવારે કલેકટર કચેરી નજીક તેમજ કોજી વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર દબાણમાં ઉભા કરાયેલા લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં પાર્ક કરવામાં આવતાં વાહનો પણ અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.