
પાણી, કોલેજ, આકારણી, રોજગારી, રોડ વિગેરે જેવી સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે રાષ્ટ્રપતિ, પીએમ વગેરે સત્તાધીશોને કરી રજુઆતગુજરાત વિધાનસભાની પ્રથમ નંબરની અબડાસા બેઠકનાં મતક્ષેત્રમાં અનેક સમસ્યાઓ છે. છેવડાના ત્રણ તાલુકાઓને આવરી લેતા અબડાસા મત વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. આ વિસ્તારનાં ધારાસભ્ય દ્વારા અનેક વખત જે તે વિભાગમાં સમસ્યાઓનાં નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા યોગ્ય ગ્રાન્ટની ફળવણી ન કરીને આ વિસ્તાર સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી બજેટ સત્રમાં અબડાસા વિધાનસભા મતક્ષેત્રમાં વ્યાપ્ત વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે તેવી અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ કરી છે. આ માટે તેમણે રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાણામંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધીના સત્તાધિશોને પત્ર લખી રજુઆત કરી છે. સાથે તેમણે ચિમકી પણ ઉચ્ચારી છે કે, બજેટમાં અબડાસા મત વિસ્તાર માટે યોગ્ય ગ્રાન્ટની ફાળવણી કરવામાં નહિ આવે તો તેઓ ઉપવાસ આંદોલન પર ઉતરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ લખેલા પત્રમાં આ વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે. મોટા ભાગની રજૂઆતો અગાઉ જે તે વિભાગનાં મંત્રીઓ, વિવિધ વિભાગો, જિલ્લાના સંકલન સમિતિની બેઠકોમાં અનેક વખત કરાઈ છે. કચ્છની પાણીની વિકટ સમસ્યા ધ્યાને લઈને નર્મદા બંધનું સર્વે કરાવવામાં આવે કારણ કે કચ્છ ભૌગોલિક રીતે દરિયાકાંઠે તેમજ રણકાંઠે આવેલું છે. જયાં સહેજે ભૌગોલિક કારણોસર દેશમાં બિલકુલ વરસાદ પડતો નથી તદુપરાંત જમીનના પેટાળમાં ૪૦૦૦ ટીડીએસ જેટલું પાણી હોતા ખેતીમાં પણ કઈ ઉપજતુ નથી. હજુ સુધી સીંચાઈથી ખેતી માટે નર્મદાનું પાણી પણ પહોંચ્યું નથી. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી પશુપાલન અને ખેતી આ બંન્ને વ્યવસાયો ભાંગી પડ્યા છે, જેના લીધે ૮૦ ટકા લોકો આ સરહદીય વિસ્તારમાંથી હિજરત કરી ગયા છે. કચ્છને નર્મદાનું પાણી મળતુ નથી. તેથી તાત્કાલિક ખેડૂતોને ખેતી માટે નર્મદાનું પાણી પહોચાડવામાં આવે. તેમણે એવા આક્ષેપો પણ કર્યા કરે કચ્છના કોઈ પણ પક્ષના રાજકીય નેતાઓ આ સમસ્યાને ગંંભીરતાથી ન લેતા અને કચ્છમાં નર્મદાના પાણી પહોંચાડવા અંગે કોઈ પણ રજૂઆત કે પ્રયત્નો કર્યા નથી.વધુમાં ધારાસભ્યે જણાવ્યું કે, ઉચ્ચ શિક્ષણ માટે ર૦૦રમાં નખત્રાણા મધ્યે આવેલી જીએમડીસી કોલેજ શરૂ થઈ હતી જેમાં અબડાસાના ત્રણેય તાલુકાના ગરીબ વર્ગના અંદાજે પ૦૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. વર્તમાનમાં આ કોલેજ કચ્છ બહાર રહેતા દાતાઓના સહયોગથી સંચાલન થઈ રહ્યું છે પરંતુ હાલ આર્થિક કટોકટીના કારણે સંચાલન કરવુ કઠિન બની રહ્યું છે. જેની ધીમે ધીમે કોલેજ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કોલેજ બંધ થઈ જ હોતોવિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડશે. અબડાસાના છેવાડા ગામથી ભુજમાં સરકારી કોલેજ આવેલી છે, જે અંદાજે ૧૯૦ કિ.મી.ના અંતરે છે, જેથી છેવાડા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રહેવાનું, આવન- જાવન કરવું પડે, જેનો ખર્ચ કાઢવો અતિ કઠીન છે તેથી આ કોલેજો ગ્રાન્ટેબલ કરવામાં આવે. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારે દિલ્હી તેમજ રાજયના શહેરોમાં સરકારી જમીનોમાં ઉડાણ તેમજ દબાણ કરેલી બિલ્ડીંગો કે ઝુંપડપટ્ટી અને મકાન રેગ્યુલર કરી અને ગરીબ માણસો મકાન બનાવી આપી દબાણકારોને સરકારના ખર્ચે રેગ્યુલર કરવાનો નિર્ણય લીધો છે. કચ્છમાં ઉદ્યોગો અને પવનચક્કીઓ હજારો હેકટર જમીન આપવામાં આવી રહી છે. અબડાસામાં લોકો વાડીઓમાં ભેંસોના વાડામાં વગેરે કાચા પાકા મકાનો કે ઝુંપડા બનાવી રહે છે. તેથી આ મકાનો આકારણીમાં સરકારી રજીસ્ટરમાં ચડાવવામાં આવે તો પંચાયતની પણ આવક થાય, જો ઉદ્યોગને ટોકનના ભાવે જમીન અપાય છે તો લોકોને માત્ર રહેવા માટે જ જમીન પ્લોટ જોઈએ છીએ, જેથી ઉપરોક્ત બાબતે લોકોના મકાનો સરકારી રજિસ્ટરમાં પંચાયતના આકરણી ચડાવવામાં આવે. તેમજ જે ગામડાઓને રેવેન્યુ દરજ્જો નથી મળ્યો તેમને તે દરજ્જો આપવામાં આવે. હાલમાં મજુરી કરતા સખ્ત માટી ખોદીને બાળકોનું ભરણ પોષણ કરતા હોય તેઓને સ્વરોજગારમાં રોજની મજૂરી ૧૯૪ રૂપિયા અને ખાનગી ઉદ્યોગમાં રૂપિયા ર૧૪થી ર૧૬થી મળે છે તો આ ગરીબ લોકો કેવી રીતે ગુજરાન ચલાવી શકે. અબડાસામાં ઉદ્યોગો દ્વારા સરકારના રોજગારી આપવાના કાયદાની પણ અવગણના કરીને કાયદા મુજબ સ્થાનિકોને લાયકાત પ્રમાણે પણ રોજગારી આપતા નથી અને તેના દરોમાં પણ વધારો કરાતો નથી. સ્વરોજગારીના દર પણ ઓછામાં ઓછા રૂપિયા ૩૦૦ કરવામાં આવે તેમજ ઉદ્યોગોમાં પણ સ્થાનિકો રોજગારી અપાય.નખત્રાણાને હજુ સુધી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નથી, ભુજ- લખપત ધોરીમાર્ગ નખત્રાણામાંથી પસાર થઈ રહ્યો છે