વણજોયુ મુહૂર્ત એટલે વસંત પંચમી. વસંત પંચમીના કચ્છમાં પણ અનેક લગ્નો લેવાશે તેમજ શુભકાર્યો પણ યોજવામાં આવશે.કમુહૂર્તા ઉતર્યા બાદ કચ્છમાં લગ્ન પ્રસંગોની ભરમાર જામી છે. વિવિાધ સમાજમાં એકલ દોકલાથી માંડીને સમુહ લગ્નના આયોજન થયા છે. વસંત પંચમીના જુદા જુદા પારિવારીક તાથા જુદા જુદા સમાજ દ્વારા સમુહ લગ્નોનું અનેક જગ્યાએ આયોજન કરવામાં આવ્યુ છે. વસંત પંચમી ઉપરાંત શ્રી પંચમી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષા પત્રીની જયંતિ તેમજ ગાયત્રી પરિવારના સંસૃથાપક પં.રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મ દિન પણ ઉજવાશે.સરસ્વતી માતાની ઉપાસના માટે પણ વસંત પંચમી સર્વશ્રેષ્ઠ દિવસ છે.લગ્ન પ્રસંગને લઈને કચ્છમાં અનેરો માહોલ જોવા મળશે. સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં પણ બાળકો અને શિક્ષકોની પાંખી હાજરી જોવા મળશે. કેમ કે, મોટી સંખ્યામાં લગ્નો લેવાનાર હોવાથી રજા જેવો માહોલ રહેશે. તો બજારમાં આજે લગ્ન પ્રસંગને લઈને ખરીદીનો ધમાધમાટ જોવા મળ્યો હતો. સંબંધત ધંધાર્થીઓ મંડપ ડેકોરેશન, વિડીયો શુટીંગ, કેટેરર્સ સહિતના ધંધાર્થીઓને કડાકો બોલી ગયો છે.૧૯૪ વર્ષ પહેલા શિક્ષાપત્રીની રચના કરાઈ હતી બરાબર ૧૯૪ વર્ષ અગાઉ એટલે કે મહા સુદ પંચમીના રોજ સવંત ૧૮૮૨માં વડતાલ ખાતે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની રચના કરી હતી. જેમાં કુલ ૨૧૨ શ્લોકો છે. સ્વામિનારાયણ મંદિરોમાં આ નિમિતે વિશિષ્ટ આયોજન કરાશે.
