ભુજમાં જયનગર સ્થિત હનુમાન મંદિર નજીક મંગળવારે રાત્રે 12.30 વાગે કાર સળગી હતી. જેને ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગ્રેડની ટીમે બૂઝાવી હતી. જોકે, આવી રીતે અવારનવાર વાહનો સળગતા લોકોમાં તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. બીજી બાજું, ફાયર બ્રિગ્રેડની ટીમ પણ આગ બૂઝાવવા સિવાય વિશેષ કોઈ નોંધ રાખતી પણ નથી કે કાર્યવાહી કરતી પણ નથી, જેથી સાચા કારણો સામે આવતા નથી. વાહનો સળગવા પાછળનું ખરૂ કારણ ભાગ્યે જ સામે આવતું હોય છે અને સળગવા પાછળ અનેક પરીબળો પણ હોય છે.
Thursday, January 2, 2020
New
કાઇમ
