મંગળવારે મુંબઇથી નીકળેલી સયાજી નગરી એક્સપ્રેસ બુધવારે ભુજ પહોંચી ત્યારે એસ 8 કોચના ડબ્બાના બાથરૂમમાં લટકતી લાશ દેખાઇ હતી. વર્ષના પ્રથમ દિવસે જ ટ્રેન ભુજ પહોંચી ત્યારે ટ્રેનના કોચના બાથરૂમમાં યુવાને આપઘાત કર્યાના સમાચાર મળતા આરપીએફ જવાનોએ કોચને કોર્ડન કરી મૃતકની ઓળખ અને પીએમ સહિતની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, સયાજીનગરી એકસપ્રેસ મુંબઇથી બુધવારે સવારે ભુજ રેલવે સ્ટેશને પહોંચી ત્યારે એસ 8 કોચના બાથરૂમમાં એક યુવાનની લાશ લટકતી દેખાઇ હતી. લાશની લટકતી હોવાની જાણ થતા રેલવે પ્રશાસન અને આરપીએફના જવાનો એસ 8 કોચ પાસે પહોંચી ડબાને કોર્ડન કરી મૃતકની ઓળખ અને પીએમ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી હતી. મૃતકનું નામ અલગુસ્વામી મારીમુથ્થુ એસ.સી (મદ્રાસી) રહે. પીજનુર, તા. ધપુર, કડલુર-તામીલનાડુ વાળો હોવાનું અને કોઇ અગમ્યકારણોસર એસ 8 કોચના બાથરૂમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પીએમ કરવા સહિતની તજવીજ હાથ ધરાઇ હતી. આગળની તપાસ ગાંધીધામ રેલવે પોલીસે હાથ ધરી છે.
Thursday, January 2, 2020
New
કાઇમ
