જામનગરમાં નવા ગામ પાસે આવેલા કાના છીકારી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ચારના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ અકસ્માતની જાણ થતા મેઘપર પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવમાં આવી છે. કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બન્નેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.મૃતક યુવકો નવાગામમાં રહેતા હોવાનું જણાયું છે. પ્રાથમિક વિગતો મુજબ મૃતકોમાં વિશ્વરાજસિંહ ઝાલા, સુદખેવસિંહ જાડેજા, કુલદીપ સોનરત અને એક અન્ય શખ્સનો સમાવેશ થાય છે. કાના છીકારી નજીક આ અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
