તળાજામાં ૧૨૦ બોટલ દારૂ પકડાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, January 31, 2020

તળાજામાં ૧૨૦ બોટલ દારૂ પકડાયો

તળાજા પોલીસ મથકના હેડ.કો.વી.કે.રાઠોડ એ નોંધાવેલ પ્રો.હી ફરિયાદ મુજબ મહુવા ચોકડીથી આગળ સુમતિનાથ સોસાયટીમાં  આવેલ બેલાઅને બ્લોક પેવિંગ ના કારખાના પર તપાસ કરતા ત્યાંથી વિલાયતી દારુની ૧૨૦ બોટલ.કી. રૂ.૩૬૦૦૦/- ની મળી આવેલ હતી.જેને લઈ કારખાના ના સંચાલક મૂકેશ મગનભાઈ શિયાળ ઉવ.૩૮ ની ધરપકડ કરવામાં આવી હતી.એક સમયે કડીયાકામ કરી ગુજરાન ચલાવનાર અને સમાજના લોકોના દોડીને સમાજમાં નામના ધરાવનાર બાદમાં જમીનના મામલે ફાયરિંગ પ્રકરણે ૩૦૭ના આરોપી તરીકે ઝબ્બે થનાર મુકેશ શિયાળ આજે પોતાના કબ્જા ભોગવટાની જમીન માંથી દારૂ સાથે ઝબ્બે થનાર મુકેશ એ આપવીતી વર્ણવી હતીકે સમય એવો આવ્યો કે ગુનાહિત પ્રવૃત્ત્િ। માં આવવુ પડયુ.દારૂ જે ઝબ્બે થયો છેતેપણ પોતાનો નહિ બીજાનો હોવાનુ કહયુ હતું.અફસોસ સાથે કહયુ હતુંકે ગુનાહિત દુનિયામાં આવ્યા બાદ પાછું ફરવું મુશ્કેલ છે.નસીબની વાત છે.