કચ્છની સૌથી મોટી નખત્રાણા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પ્રથમવાર 7 મહિલાઓએ ઝુકાવતાં રસપ્રદ બનેલી ચૂંટણીના અંતે મંગળવારે જાહેર થયેલા પરિણામમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર લીલાબેન પાંચાણી વિજેતા થયા હતા. તેમના હરીફ અને ભાજપના સમર્થન સાથે જંગ લડેલા મહિલા પરાસ્ત થતાં દોઢ દાયકા બાદ ગઢમાં ગાબડું પડ્યું હતું.
19 વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયતના મુખિયાની વરણી માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 53.16 ટકા જેટલું નીચું મતદાન થતાં કોણ જીતશે તે બાબતે ભલભલા તજજ્ઞો વિચારતા થઇ ગયા હતા. મંગળવારે મત ગણતરીના કુલ્લ 19 રાઉન્ડ થયા હતા જેમાં પ્રથમ 6 રાઉન્ડ સુધી મીનાબેન ઠક્કર આગળ રહ્યા હતા. દરમિયાન દમયંતીબેન સેંઘાણી પણ તેમની હરોળમાં આવી જતાં રસાકસી થઇ હતી. ત્યાર બાદના તમામ રાઉન્ડમાં લીલાબેન પંચાણીની લીડ વધતી ગઇ હતી જે તેમના નિકટના હરીફો તોડી શક્યા ન હતા અને કુલ્લ 2633 મતો મેળવીને લીલાબેને સરપંચ પદ માટે મેદાન માર્યું હતું. તેમણે નિકટના પ્રતિસ્પર્ધી મીનાબેન ઠક્કરને 301 મતની સરસાઇ સાથે પરાજિત કર્યા હતા. આમ પાટીદાર મતો નિર્ણાયક સાબિત થયા હતા અને દોઢ દાયકા બાદ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર વિજેતા થતાં કોંગ્રેસના કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.
જડોદર ગ્રામ પંચાયતમાં વનિતાબેન ગુસાઈનો વિજય
નખત્રાણા તાલુકાના જડોદર ગ્રામ પંચાયતની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ઠંડીની વચ્ચે 78 ટકા જેટલું મતદાન થયું હતું. મંગળવારે મામલતદાર કચેરીએ મતગણતરી બાદ વિજેતા જાહેર કરાયા હતા. વિજેતા બનેલા વનિતાબેન ઉમેદપુરી ગુસાઈને 373 મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી હમીદાબેનને 243 મતો મળતા તેમનો 129 મતની સરસાઇથી વિજય થયો હતો. કુલ 631 પૈકી હતા 15 મત નોટામા પડ્યા હતા.
પાન્ધ્રોમાં વિવાદ વચ્ચે ઉપસરપંચની નિમણૂંક
લખપત તાલુકાની સૌથી મોટી પાન્ધ્રો ગ્રામ પંચાયતમાં ખાલી પડેલા ઉપસરપંચના હોદ્દા માટે ગત તા. બીજી જાન્યુઆરીના ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ ત્યારે મોડા આવેલા સભ્ય સામે વાંધો ઉઠાવાતાં વિવાદ થયો હતો. દરમિયાન આ મુદ્દે આખરી નિર્ણય માટે મંગળવારે સભા યોજાઇ તેમાં જેમની સામે વાંધો લેવાયો હતો તેને જ આ પદ પર નીમી દેવાતાં નારાજ ઉમેદવારે અદાલતના દ્વારે જવાની ચીમકી
ઉચ્ચારી હતી.
આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતાં ઉપસરપંચ માટે દાવેદારી નોંધાવનારા સવાઇસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, તેમણે નિયત સમય પહેલાં ફોર્મ ભર્યું હતું જ્યારે સામા પક્ષે ભગવતીબેન વિશ્રામ સથવારાએ મયમર્યાદા બાદ ફોર્મ ભરતાં જે તે સમયે વાંધો લીધો હતો તેમ છતાં મંગળવારે યોજાયેલી સભામાં આ મહિલાને ઉપસરપંચ ઘોષિત કરી દેવાયા છે. આમ ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ કરાયો છે જેના માટે જવાબદાર ચૂંટણી અધિકારી અને સરપંચ સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ તેમણે કરી હતી. સભા પ્રમુખ અને સરપંચ સમક્ષ કરેલી અન્ય એક રજૂઆતમાં તેમણે ઉપસરપંચને વિજેતા જાહેર કરવા બદલ વાંધો ઉઠાવતાં જણાવ્યું હતું કે, નિયમોનુસાર મોડેથી આવેલું ફોર્મ આપોઆપ રદ્દબાતલ થઇ જાય છે તેમ છતાં આ પગલું ભરાયું છે તે અંગે ન્યાય નહિ મળે તો જરૂર પડ્યે હાઇકોર્ટના દ્વાર ખટખટાવાશે.
વ્રજવાણી સરપંચનો 15 મતની સાવ પાતળી સરસાઇથી વિજય
રાપરઃ લાંબા સમય થી ખાંલી પડેલું રાપર તાલુકાના વ્રજવાણીનું સરપંચ પદ આખરે ભરાયું હતું જેમાં ભારે રસાકસી અંતે 15 મતની પાતળી સરસાઇથી ઉમેદવારે વિજય મેળવ્યો હતો. રાપરના મામલતદાર એચ.જી.પ્રજાપતિની આગેવાની હેઠળ મત ગણતરી હાથ ધરાઇ હતી જેમાં વિજેતા ઉમેદવાર નરસિંહ હરખાભાઈ ચૌધરીને 516 મત મળ્યા હતા જ્યારે પરાજીત ગણેશભાઈ સામત ચૌધરીને 501 મત મળ્યા હતા. નોટા માં 33 વોટ પડયા હતા. આમ નરસિંહભાઈ 15 મતની લીડ સાથે વિજેતા થયા હતા.મત ગણતરીના સ્થળે આજુબાજુના ગામોના અને રાજકીય લોકોનો પણ જમાવડો જોવા મળ્યો હતો. વિજેતા સરપંચને આગેવાનોએ શુભેચ્છા આપી હતી મત ગણતરીમાં નાયબ મામલતદાર મહેશ ઠક્કર, ડી.પી.રાઠોડ,ચૂંટણી અધિકારી સામતભાઈ મકવાણા, જેસંગભાઈ પરમાર,પીયૂષ ચૌહાણ, ભાઈલાલ સતાપરા, જયેશ પટેલ જોાડાયા હતા. કુલ 1218માંથી 1050 જેટલું વોટીંગ થયું હતું. બાલાસર પીએસઆઇ બી.જે.પરમાર, વિક્રમભાઈ દેસાઈ, હેડકોસ્ટબલ મોરી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.