મિત્રની પત્નીના 43 હજાર રોકડા અને બાઇક પણ છળ કપટથી ચોરી લીધું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 22, 2020

મિત્રની પત્નીના 43 હજાર રોકડા અને બાઇક પણ છળ કપટથી ચોરી લીધું

 ભુજના જયનગર ખાતે રહેતા અને અનેક વખત પોલીસ ચોપેડે ચડી ચુકેલા રીઢા ગુનેગાર અને વિખ્યાત ભજનીક સ્વ. નારાયણ સ્વામીના પૌત્રએ તેના મિત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. આરોપીએ પોતાના મિત્રને કોલ્ડ્રીંક્સની બોટલમાં ઘેનયુક્ત દવા પીવડાવી તેનું બાઇક, મોબાઈલ ફોન તેમજ મિત્રની પત્નીના ડેબિટ કાર્ડ દ્વારા 43 હજાર રૂપિયા કાઢી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.
ભુજની આરટીઓ રીલોકેશન સાઈટ ખાતે રહેતા અને માધાપર ખાતે ગાયત્રી મંદિર પાસેના પ્રણવ કોમ્પ્લેક્સની ઑફિસમાં શેર માર્કેટનું ટ્રેડીંગ કરતા નીરવ અશોકભાઈ સોની (ઉ.વ.28)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત 11મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરી વચ્ચે બન્યો હતો. તેમનો ભુજના જયનગર ખાતે રહેતો તેમનો મિત્ર હર્ષ હિતેશ ગઢવી ફરિયાદીની ઓફિસે આવ્યો હતો. ત્યારે ફરિયાદીને તાવ આવ્યો હોવાથી તેમજ એક હાથમાં ફ્રેક્ચર હોઈ તેણે હર્ષ ગઢવીને ભુજમાં ડૉક્ટરને બતાડવા પોતાની સાથે આવવા જણાવ્યું હતું. બન્ને જણા ફરિયાદની બાઇક લઈને ભુજ આવ્યા હતા. રસ્તામાં સંજોગનગર ખાતે એટીએમ જોઈ ફરિયાદીએ આરોપીને પત્નીના આઇસીઆઇસીઆઇ બેન્કનું ડેબિટ કાર્ડ અને પીન નંબર આપી બે હજાર રૂપિયા કાઢી આપવા કહ્યું હતું. બાદમાં રૂપિયા ઉપાડી બન્ને જણા ડૉક્ટરને બતાડી માધાપરની ઑફિસે પરત આવી ગયા હતા. દરમિયાન આરોપી ઠંડા પીણાની બોટલ લઇ આવ્યો હતો અને બન્ને જણાએ પીધા બાદ ફરિયાદી બેહોશ થલ ગયો હતો. બીજા દિવસે ફરિયાદી ભાનમાં આવતાં આરોપી ફરિયાદીની બાઇક અને મોબાઇલ તેમજ ડેબીટ કાર્ડથી 43 હજાર કાઢી લીધા હતા.
ફરિયાદીએ આરોપીના ઘરે અને ફોન પર સંપર્ક કરવાની કોશીશ કરતાં આરોપીનો કોઇ પતો લાગ્યો ન હતો આખરે આરોપી વિરૂધ વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વી.આર. ઉલ્વાએ બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.
હર્ષ ગઢવી અગાઉ હત્યા અને લૂટ મારના કિસ્સોમાં પકડાઇ ચુક્યો છે.
આરોપી હર્ષ ગઢવી અગાઉ મીરજાપર રોડ પર એક યુવાને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી જે બાબતે જેલવાસ ભોગવ્યા બાદ કોર્ટમાંથી છુટી ગયો હતો અને બાદમાં તાજેતજરમાં એક યુવાનનું અપહરણ કરી મોબાઇલ અને રૂપિયાની લૂટ ચલાવી હતી. આરોપીના પોતાના માતા-પિતા પણ ધાકધમકીના રૂપિયા પઠાવી લેતો હોવાનું અને પુત્રના કરતુતથી મા બાપ પણ ભારે મુશ્કેલી ભોવવી રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.