અંજારમાં પરિણીતાને માર મારી 1.55 લાખની લૂંટ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 22, 2020

અંજારમાં પરિણીતાને માર મારી 1.55 લાખની લૂંટ

 અંજારમાં ધર્મની માતાના ભત્રીજાએ પરિણીતાના ઘરે આવે લોખંડના પાઈપથી માર મારી રોકડ, દાગીના તેમજ મોબાઈલ સહિત કુલ 1,55,500ની લૂંટ ચલાવતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગે અંજાર પોલીસ મથકેથી પ્રજાપતિ છાત્રાલય વિસ્તાર, અંજારમાં રહેતી 30 વર્ષીય રાજલબેન હિતેશભાઈ ડોડીયાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ ફરિયાદીએ ગાંધીધામના કીડાણા ગામે રહેતા હનીફાબેનને ધર્મની માતા માની છે. જેનો ભત્રીજો કીડાણાં ગામે જ રહેતો કાસમ ઇસ્માઇલ ચાવડા તા. 20/1/2020ના સાંજે 6 વાગ્યાના અરસામાં ફરિયાદી પરિણીતાના ઘરે આવ્યો હતો અને તારા પાસે કેટલા રૂપિયા છે તે મને આપી દે તેવું કહેતા પરિણીતાએ 'હું તને શા માટે રૂપિયા આપું' તેમ કહ્યું હતુ.
ઉશ્કેરાઈ જઈને આરોપી કાસમે પરિણીતાના ઘરમાં પડેલો લોખંડનો પાઇપથી ફરિયાદી પર હુમલો કરી દીધો હતો જેથી તે પાઇપ પરિણીતાના ડાબા હાથમાં લાગતા ફ્રેક્ચર થયું હતું. તેમજ પાઈપથી પીઠ પર માર મારી પરિણીતા પાસેથી પાકિટ ઝૂંટવી લીધું હતું. જેમાં રહેલા 8000 રોકડા લઈ અને બાદમાં લોખંડના ખાંડણી-દસ્તાથી લોખંડના કબાટનો લોક તોડી નાખ્યો હતો. તેમજ 1 દિવસ પહેલા જ રૂ. 1,45,500માં લીધેલો સોનાનો હાર તેમજ એરિંગ કબાટ માંથી લઈ લીધા હતા ઉપરાંત કબાટનો અન્ય સામાન પણ બે થેલામાં ભરી લીધા હતા.
બાદમાં ફરિયાદી પાસેથી 2000ની કિંમતના 2 મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. એમ કુલ 1,55,500નો લૂંટ ચલાવી જતા જતા મારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તારા બાળકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આરોપી કાસમ ત્યાંથી ચાલ્યો ગયો હતો. બનાવ બાદ ફરિયાદીનો પતી રાજકોટથી ઘરે આવી જતા ફરિયાદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.