ભુજના વાલ્મિકીનગરમાં રહેતા અને એક વર્ષ માટે સાત જિલ્લામાંથી તડીપાર કરાયેલા દારૂના કેસનો આરોપીને તાજેતરમાં પોલીસે હદપારીનો ભંગ બદલ ઝડપી પાડ્યો હતો જે ફરી મેજીસ્ટ્રેટના હુકમનો ભંગ કરી પરત આવી જતાં બી ડિવિઝન પોલીસે દબોચી લીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે લોટસ કોલોનીના વાલ્મિકીનગરમાં રહેતા સુનિલ છોટેલાલ મરાઠી (ઉ.વ.33)ને ભુજ મેજીસ્ટ્રેટના હુકમથી એક વર્ષ માટે કચ્છ, મોરબી,પાટણ, બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. જે હદપારીનો ભંગ કરીને પોતાના ઘરે પરત આવી ગયો હોવાની બાતમીના પગલે બી ડિવિઝન પોલીસે તેના ઘરેથી દબોચી લીધો હતો. આરોપી સામે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
