ગારીયાધાર પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, January 21, 2020

ગારીયાધાર પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

 ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપીઓ ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગારીયાધાર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૪૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૧,૩૪ વિ. મુજબના  ગુન્હાના કામન આરોપી સંજયભાઇ બાવકુભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે. ભંડારીયા તા.જસદણ જી.રાજકોટ વાળાને ગારીયાધાર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે