આ છે ત્રીજું સફેદ રણ ! સ્વચ્છ, સુંદર સફેદીએ યુવાઓને મોહી લીધા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, January 6, 2020

આ છે ત્રીજું સફેદ રણ ! સ્વચ્છ, સુંદર સફેદીએ યુવાઓને મોહી લીધા

વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૃષ્ટિ પડતાં ધોરડોનું વ્હાઇટ રણ વિખ્યાત પર્યટન સ્થાન બની ગયું છે, પરંતુ ત્યાં પ્રવાસીઓની વધેલી સંખ્યા, તેમના દ્વારા થતો કચરો અને મોડા વરસાદથી ‘દલ દલ’ને કારણે તેની અડધી મજા બગડી ગઇ છે, બીજી બાજુ ભચાઉ તાલુકામાં એકલ માતાના મંદિર પાસે પણ આવું જ સફેદ રણ છે, ત્યાં પ્રવાસીઓનો ધસારો ન હોવાથી ‘સ્વછતા’ જળવાઇ રહી છે, પરંતુ ગામડાઓ અંદરથી પસાર થઇને અંતરિયાળ ભાગમાં જવું પડતું હોવાથી પ્રવાસીઓને થોડું દુર્ગમ લાગે છે. જ્યારે ભચાઉના જ રણદ્વિપ ખડીરમાં આ વખતે સફેદ રણના નજારાએ ટૂરીસ્ટોને આકર્ષ્યા છે. અહીં ધોળાવીરામાં 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની સાઇટ છે. રસ્તામાં યાયાવર પંખીઓ પણ જોવા મળે છે, તેમાં જો આ સફેદ રણની સાઇટને વિકસાવાય તો આકર્ષણ બેવડાઇ જાય તેમ છે.ધોળાવીરા ખાતે હડપ્પન નગરી, સફેદ રણ સહિતના સ્થળોની પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અમદાવાદની ટ્રાવેલ્સ કંપનીના ભાવીન ભાવસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસીઓને લઇ જઇ રહ્યા છે. વાગડ વિસ્તારની પણ તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી. 45 પ્રવાસીઓના સમૂહે હડપ્પન નગરી અને સફેદ રણનો નજારો નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. વાગડ વિસ્તારની દેશી ખાણી- પીણી અને સંસ્કૃતિની ઝલક નિહાળી હતી. સોમવારે સફેદ રણમાં ગુજરાતી ગરબા રમીને આનંદીત બની ગયા હતા. રાત્રે રણ રીસોર્ટમાં ડીજેના સંગાથે ઝૂમી ઉઠ્યા હતા, સાથે સાથે ખડીર વિસ્તારોની સભ્યતા તેમજ સંસ્કૃતિને સરકાર વિકાસ કરીને ઉજાગર કરે તેવી માગણી પણ કરી હતી.