મોરબીમાં ખાસ સાવચેતી : ચીનથી આવ્યા પછી તાવ - શરદી થઈ હોય તેવા લોકોની માહિતી એકત્ર કરતું તંત્ર - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, January 27, 2020

મોરબીમાં ખાસ સાવચેતી : ચીનથી આવ્યા પછી તાવ - શરદી થઈ હોય તેવા લોકોની માહિતી એકત્ર કરતું તંત્ર

ચીનમાં હાલ કોરોના વાયરસે આતંક મચાવ્યો છે હજુ તો આ વાયરસે માત્ર દેખા જ દીધી છે. ત્યાં જ કરોડો લોકોને ઘરમાં પુરાઈ રેવાની નોબત આવી છે. કોરોના વાયરસના કહેરને લઈને મોરબી આરોગ્ય તંત્ર પણ ચિંતિત બન્યું છે. કારણકે અહીં વ્યાપાર અર્થે લોકોની ચીનમાં અવર જવર રહેતી હોય છે. માટે ચીનથી પરત ફરેલા જે લોકોને તાવ- શરદી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તેઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીએ સિરામિક એસોસિએશનને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે કોરોના વાયરસે ચીનના વુહાન પ્રદેશમાં દહેશત ફેલાવી છે. મોરબી શહેરમાંથી વ્યાપાર અર્થે દ્યણા લોકો ચીનની મુલાકાતે જતા હોય છે. આ સંદર્ભે છેલ્લા ૧૪ દિવસમાં ચીન દેશની મુલાકાત લઈને મોરબી પરત ફરેલા હોય અને તાવ, શરદી, કફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા એકયુરેટ રેસ્પીરેટ ઇન્ફેકશન જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય અધિકારીની કચેરીને જાણ કરવી.કેન્દ્રીય આરોગ્ય તંત્રે જાહેર કર્યું છે કે અત્યાર સુધીમાં કોરોના વાયરસ અંગે ૨૯૭૦૭ લોકોને સ્ક્રીનીંગ કરાયા છે. અને ભારતમાં સત્તાવાર એકપણ કેસ આ મહામારીનો નોંધાયો નથી.