વાડીનારમાં જુગારના દરોડા : સાત ઝડપાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, January 27, 2020

વાડીનારમાં જુગારના દરોડા : સાત ઝડપાયા

વાડીનાર કોસ્ટગાર્ડ પાછળ જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા આમીન ગની ગઢાર, સલીમ ભીખા સુભાણીયા, આમીદ ઉર્ફે હમીદ રહીમ ચમડીયા, મહમદ નિશારઅબ્દુલ સંઘાર તમામને રોકડ રૂા.૧૭,૩૦૦, મોબાઇલ નંગ-પ મળી કુલ રૂા.ર૩,૩ર૦ની મત્તા સાથે ઝડપી લીધા હતાં જયારે બીજા દરોાડમાં કેપીટી કોલોની પાછળ જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા મુસ્તાક ઇશાક સંઘાર, ગીરીરાજસિંહ ઉર્ફે ગીરીયો દિપસિંહ જાડેજા, સુલેમાન ઉર્ફે સલો અબ્દુલા સંઘાર ત્રણેયને મોબાઇલ નંગ ૩ તથા રોકડ પ૦૧૦ મળી કુલ રૂા. ૧૧,૩૧૦ની મતા સાથે જડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.