ભાગી ગયેલા વેવાઈ-વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા, વેવાણને પતિએ અપનાવવાનો ઈન્કાર કર્યો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, January 27, 2020

ભાગી ગયેલા વેવાઈ-વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા, વેવાણને પતિએ અપનાવવાનો ઈન્કાર કર્યો

સુરતદુનિયાભરમાં પ્રેમના અવનવા કિસ્સા જોવા મળે છે, પરંતુ સુરતમાં એક અનોખી પ્રેમ કહાની જોવા મળી હતી. આ પ્રેમ કહાની કંઈક એવી હતી કે, સુરતમાં રહેતા વેવાઈ નવસારીની વેવાણને લઈને ભાગી ગયા હતા. આ કિસ્સાના કારણે વેવાઈ અને વેવાણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સોશિયલ મીડિયામાં રમૂજોનો મારો પણ ચલાવાયો હતો. દરમિયાન મોડી રાત્રે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. જ્યારે વેવાઈ કડોદરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. વિજલપોર પોલીસ દ્વારા વેવાણના પતિને જાણ કરવામાં આવી હતી. જોકે, તેણે અપનાવવાનો ઈન્કાર કરતા વેવાણના પિતાને બોલાવવાની ફરજ પડી હતી. વેવાણને લેવા તેના પિતા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેથી વેવાણને પોલીસે પિતાને સોંપી દીધા હતા.૪૮ વર્ષના સુરેશ (નામ બદલ્યું છે), ૪૬ વર્ષની સોની (નામ બદલ્યું છે) બંને વચ્ચે પહેલાથી જ પ્રેમ હતો પરંતુ બંનેનાં લગ્ન ન થઈ શક્યાં, બંને વર્ષો પછી મળ્યાં અને બંનેનાં સંતાનોનાં લગ્ન નક્કી થયા હતા. દરમિયાન મુલાકાતો વધી અને જૂનો પ્રેમ જાગી ગયો હતો. આ બંને આધેડ ઉંમરના પ્રેમીપંખીડા પ્રેમમાં એટલા પાગલ હતા કે, તેમના દીકરા-દીકરીના ભવિષ્યની પરવા કર્યા વિના ઘરેથી ભાગી ગયા હતા. આ ઘટના સોશિયલ મીડિયાને પગલે ફક્ત સુરતમાં જ નહીં, આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. વેવાઈ-વેવાણ ભાગી જતા પરિવારજનોએ તેની સાથે સંબંધો કાપી નાખ્યા હતા.મૂળ કતારગામના અને હાલ અમરોલીમાં રહેતા સુરેશભાઈ (નામ બદલ્યું છે) અને તેમની વેવાણ સોનીબહેન યુવાનીકાળથી એકબીજાને જાણતા હતા. સુરેશભાઈ કતારગામમાં રહેતા હતા ત્યારે તેમની સામેની બિલ્ડિંગમાં જ સોનીબહેન રહેતા હતા. આ દરમિયાન બંને વચ્ચે સારી એવી મૈત્રી થઈ ગઈ હતી. જોકે, એ સમયે તેઓ એક ના થઈ શક્યા અને બંનેના જુદા જુદા પાત્રો સાથે લગ્ન થઈ ગયા. આમ છતાં, તેમણે પરસ્પર સંપર્ક ચાલુ રાખ્યો હતો. એટલું જ નહીં વધુ નજીક રહી શકાય એ હેતુથી તેમણે પોતાના સંતાનોના પણ લગ્ન કરાવવાનું નક્કી કરીને સગાઈ કરાવી દીધી હતી. જોકે, તેઓ એકબીજા વિના રહી શકે એમ ન હતા. તેથી સંતાનોની સગાઈ કરાવીને કોઈની શરમ રાખ્યા વિના ૧૦મી જાન્યુઆરીએ બંને ભાગી ગયા હતા. આ કારણસર તે બંનેના પરિવારજનોએ ચિંતિત થઈને પોલીસ ફરિયાદ નોંધાવતા આ કિસ્સો સામે આવ્યો હતો.સગાઈ બાદ વેવાઈ અને વેવાણ નજીક આવી જતા ભાગવાના કિસ્સાને લઈને ચર્ચામાં આવી ગયા હતા. પરિવારજનોએ સંબંધો પણ કાપી નાખ્યા હતા. દરમિયાન ૧૪ ફેબ્રુઆરીના રોજ લગ્ન થનાર બાળકોના લગ્ન પણ તોડી નાખવામાં આવ્યા હતા. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ તેમના માતા-પિતા ભીગા જતા બંને આ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.