ભુજ તાલુકાના નાડાપા નજીક એક શખ્સ બંદુક લઇને ગયો હોવાની બાતમી આધારે એસઓજીની ટીમ નાડાપા નજીક પહોંચી ત્યારે એક શખ્સ પોલીસને જોઇ નાસવા લાગતા તેનો ફિલ્મીઢબે પીછો કરી પકડતા મજલ લોડ દેશી બંદુક સાથે પકડાયો હતો. એસઓજીની ટીમે પદ્ધર પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, બાતમીના આધારે એસઓજીનો સ્ટાફ ભુજ તાલુકાના નાડાપા ગામ નજીક પેટ્રોલીંગમાં હતો ત્યારે એક શખ્સ પોલીસને જોઇ નાસવા લાગતા તેને પકડી લીધો હતો. હનીફ ઉર્ફે અનવર હુશેન વરોંધ (ઉ.વ.34) રહે. વાત્રા વાળા પાસેથી લાયસન્સ કે પરવાના વગર દેશી બનાવટની મઝલલોડ બંદુક મળી આવતા પદ્ધર પોલીસને સોંપાયો હતો. પદ્ધર પોલીસ મથકે આર્મ્સ એક્ટની કલમો તળે ગુનો નોંધાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Monday, January 13, 2020
New
કાઇમ
