નવા વર્ષેની શરુઆત સાથેજ ત્રણેક ઘટનાઓ સંકુલમાં આગ લાગવાની બની ચુકિ છે. આ શ્રુંખલામાં વધુ એક ઘટના સેક્ટર 5ની જોડાઈ હતી,જેમાં એકાએક ફાટી નિકળેલી આગમાં રાચરચીલું બળીને ખાક થઈ ગયું હતુ. સદભાગ્યે કોઇને ઈજા પહોંચી હતી.
ગાંધીધામના સેક્ટર નંબર-5 ના રહેણાંકના મકાનમાં આગ રવિવારના આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર અને ગાંધીધામ નગરપાલિકાની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને સતત અંદર પ્રવેશ કરીને પણ પાણીનો મારો ચલાવ્યો હતો. બપોર સુધીમાં સ્થિતી કાબુમાં આવી હતી અને કોઇને ઈજા પહોંચ્યાનું જાણવા મળતુ નથી. આ આગ શોર્ટ સર્કિટના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યાનું સુત્રોએ જણાવ્યું હતુ.
