કચ્છના ધોરડોના રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, બેલારુસ, બેલ્જિયમ, ચીન, ચિલી, કોલમ્બિયા, ડેનમાર્ક, ફ્રાન્સ સહિતના દેશોના 44 તથા પંજાબ, રાજસ્થાન, કેરળ સહિત રાજ્યના 21 પતંગરસિકોએ ભાગ લીધો હતો.