મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામની વલસરા બેલા વાડી વિસ્તારની પ્રાથમિક શાળાના બાળકોમાં વ્યવહારિક જ્ઞાનમાં વૃધ્ધિ થાય અને બાલ્યવસ્થાથી જ નફા ખોટના હિસાબો જાતે શીખે એ ઉદ્દેશ્યથી શાળાના આચાર્યા પારૂલબેન આહિરના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આનંદ મેળાને ગામના સરપંચ અબ્દ્રેમાન તુર્કના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાના બાળકોએ હર્ષોલ્લાસ સાથે મેળો માણ્યો હતો. મેળામાં તાલુકા પંચાયતના સદસ્ય મજીદભાઈ તુર્ક, ઉપસરપંચ અસલમભાઈ તુર્ક તથા સદસ્ય સદામભાઈ તુર્કએ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
