ભુજમાં નીચા તાપમાનનો પારો 1.2 ડિગ્રી જેટલો ઉંચકાઇને 8.2 ડિગ્રીએ અટક્યો હતો તેમ છતાં નલિયા કરતાં ઠંડુ રહ્યું હતું. દિવસભર 7 કિલો મીટરની ગતિએ ઠંડો પવન ફુંકાયો હતો. શીત નગર નલિયામાં મહત્તમ 9 ડિગ્રી રહેવાની સાથે લોકોએ ઠંડીમાં આશિક રાહત અનુભવી હતી. દિવસે પણ 19 ડિગ્રી અને આગલી રાત્રે 7 ડિગ્રી જેટલા નીચા ઉષ્ણતામાન સાથે ઠરેલાં ભુજમાં મહત્તમ તાપમાન પણ થોડું ઉંચકાઇને 21.2 ડિગ્રી રહ્યું હતું. જો કે, ધાબડિયા માહોલના કારણે સૂર્ય પ્રકાશ નહિવત રહ્યો હતો. ઉત્તર દિશાએથી સરેરાશ 7 કિલો મીટરની ઝડપે ફુંકાયેલા પવનને પગલે દિવસે પણ ટાઢની આણ વર્તાઇ હતી. શહેરીજનો રાબેતા મુજબ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. મોડી સાંજથી જ શિયાળાએનલિયામાં 9 ડિગ્રી જેટલા નીચા તાપમાન સાથે ઠંડીની પક્કડ જારી રહી હતી. જો કે, શીત નગર તરીકે મોખરે રહેતું આ નગર છેલ્લા બે દિવસથી બીજા કે ત્રીજા ક્રમે રહેતાં નગરજનોને આશિક રાહત રહી હતી. મહત્તમ 21 ડિગ્રીની સાથે કલાકના સરેરાશ 7 કિલો મીટરની ગતિએબર્ફિલો વાયરો ફુંકાયો હતો. દરમિયાન કચ્છના હવામાન વિભાગના પ્રભારી રાકેશકુમારે કહ્યું હતું કે, રવિવાર સુધી કચ્છમાં મોટે ભાગે નીચા તાપમાનનો પારો એક આકડે રહેવાથી ઠંડીમાં કોઇ નોંધપાત્ર રાહત રહેવાના અણસાર નથી.
