પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસની ટીમે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે ડગાળા ગામે નદી કાંઠે એલઈડી લાઈટના અજવાળે ચાલતી ક્લબ પર દરોડો પાડ્યો હતો. જેમાં અગાઉ ચપરેડીની સીમમાં ચાલતી જુગાર ક્લબના સંચાલક ધાણેટીનો મહમદ હુસેન ઉર્ફે પમપમ ઈશબશા શેખ જેતે વખતે પોલીસને હાથ લાગ્યો ન હતો જે ડગાળાની સીમમાં દરોડા દરમિયાન પકડાઇ ગયો હતો. તેની સાથે કાસમશા હાજીશા શેખ (ઉ.વ. 45) રહે. શેખટીંબો, અંજાર, ત્રિકમભાઈ સામજીભાઈ માતા (ઉ.વ.46) રહે. રતનાલ, તા.અંજાર, રજાકશા ભચલશા શેખ (ઉ.વ. 23) રહે. કનૈયાબે, અને ઉમરશા કાસમશા શેખ (ઉ.વ. 23) રહે. કનૈયાબે સહિત પાંચ જણાઅોને ઝડપી પાડ્યા હતા. જયારે અસગરશા, કાસમશા ઈબ્રાહીમ શેખ, ઈકબાલશા ઈબ્રાહીમશા શેખ, ઈસ્માઈલશા ઉમરશા શેખ, આમદશા ઉમરશા શેખ, ગુલામશા સુલેમાનશા શેખ (રહે. તમામ કનૈયાબે) તેમજ જમનશા મામદશા શેખ (રહે. શેખટીંબો), માવજી વાલાભાઈ આહીર (રહે. મમુઆરા,), દિલીપભાઈ ગઢવી (રહે. ગાંધીધામ), હુશેનશા ઉર્ફે ચીના કોલી (રહે. શેખટીંબો) સહિતના અગ્યાર આરોપીઓ નાસી છુટવામા સફળ થયાં હતા. દરોડામાં પોલીસે રોકડ રૂપિયા 37, 500 તેમજ 5 મોબાઈલ કિંમત 5,500 સહિત 43,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરમાં વાય. પી. જાડેજા સાથે પ્રવિણભાઇ વાણિયા, પૃથ્વીરાજસિંહ રાણા, જેન્તીભાઇ માજીરાણા, હરેશભાઇ ચાૈધરી, મેહુલભાઇ ગઢવી, તરૂણભાઇ ચોધરી સહિતનો સ્ટાફ સાથે રહયો હતો.