વેકરીયાનું રણ અશ્વોની હણહણાટીથી ગાજ્યું, ભુજનો અશ્વ 5.51 લાખની કિમતે વેંચાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, January 6, 2020

વેકરીયાનું રણ અશ્વોની હણહણાટીથી ગાજ્યું, ભુજનો અશ્વ 5.51 લાખની કિમતે વેંચાયો

કચ્છી સિંધી અશ્વની નસલને બચાવવા ભુજ તાલુકાના વેકરીયાના રણમાં અશ્વ દોડ સહિતના કાર્યક્રમોનોનું આયોજન થયું હતું. અહીં કચ્છ તથા અન્ય જિલ્લા ઓમાંથી અશ્વ હરિફાઇ યોજાઇ હતી. અંદાજે 275 અશ્વ એ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં અશ્વપ્રેમી ઓ પણ ઉમટી પડ્યા હતાં.
આ અંગે મળતી વિગતો મુજબ રામ રહિમ કચ્છી સિંધી અશ્વ પાલક સહકારી મંડળી દ્વારા સરકાર સાથે મળી આ અશ્વમેળાનું આયોજન કર્યું હતું. કચ્છી-સિંધી અશ્વની નસલને બચાવવા આ આ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી પશુપાલન વિભાગના ના.નિયામક ડો. પ્રજાપતિ એ આ કાર્યક્રમાં હાજરી આપી હતી. રાજ્યમંત્રી વાસણ આહિરે કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
મોટી સંખ્યમાં દેશભરમાંથી અશ્વપ્રેમી હાજરી આપી હતી. અશ્વદોડ સહિતની હરિફાઇ યોજાઇ હતી. જેને ઇનામો આપવામાં આવ્યા હતાં. ખાસ કરીને અહીં અશ્વના સોદા પણ થયાં હતાં. અંદાજે 12થી 13 લાખના અશ્વના ખરીદીના સોદા થયાં હતાં. ભુજના ભુજના એક અશ્વ અધધ 5.51 લાખમાં વેચાયો હતો. નોંધનીય છે કે, કચ્છી સિંધી અશ્વ નસલનો ઇતિહાસ જુનો છે, ખડતલની સાથે આ અશ્વોએ અનેક યુદ્વોમાં પણ ભાગ લીધો છે. જેના પગલે આ નસલના અશ્વોની કચ્છ બારે પણ ભારે માંગ છે. હાલ આ નસલના અશ્વની સંખ્યા ઘટી રહી છે. ત્યારે તેની સંખ્યા વધારવા આ કાર્યક્રમમાં ભાર મુકવામાં આવ્યુ હતંુ. સરકાર પણ આ નસલ ઉપર ધ્યાન આપે તેવી રજુઆત પણ પશુધારકોએ પણ કરી હતી.