ગુડ ગવર્નન્સ, કામ કરતી સરકાર એવી બધી વાતો નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના મોઢે સારી જરૂર લાગે પણ વાસ્તવીકતા કંઇક ઓર હોય છે. એનો કડવો અનુભવ શહેરના યશ સમાન માધાપરનાએક પરિવરને થઇ ગયો. નવાવાસ ‘ગ્રીનસિટી’માં રહેતા અને દાબેલીનો ધંધો કરતા મનીષગર લક્ષ્મીગર ગોસ્વામીના ઘરમાં લાગેલા વિદ્યુત મીટરમાં છ મહિના પહેલા તણખા ઝરતા પીજીવીસીએલમાં તેમણે મીટર બદલાવવા અરજી કરીને પૈસા ભરી દીધા હતા. વીજતંત્રે છ-છ માસ સુધી કોઇ કાર્યવાહી ન કરી,પરિણામે ગત મોડી રાત્રે શોર્ટસરકીટને કારણે આગ લાગી હતી. મીટરની આ આગ જોતજોતામાં આંગણામાં પડેલા બે દ્વિચક્રી વાહનો તથા ઉપરના પ્લાસ્ટીકના શેડને લપેટમાં લીધા હતા. જવાળાઓ મકાનથી ઉપર સુધી પહોંચી જતા અને બાકીના કાચ તુટવા લાગતા આ પરીવાર ભયભીત બની ગયો હતો.ગ્રીનસિટીમાં રહેતા મનિષભાઇએ ત્રણેક વર્ષ પૂર્વે લાખો ખર્ચીને મકાનનું રિનોવેશન કરાવ્યું હતું. અગાઉ જમીન-મકાનનો વ્યવસાય કરતા અને હાલમાં દાબેલીની લારી ચલાવતા મનીષભાઇને વીજતંત્રના પાપે લાગેલી આગ થકી હજારોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.દિનેશભાઇએ પહેલાં તો આગને ફેલાતી અટકાવવા હતા, સળગતી સ્કુટીને જોખમ ખેડીને આંગણાની બહાર કાઢી હતી. પડોશીઓ મદદે દોડી આવ્યા હતા અને હાથવગા સાધનોથી આગને ફેલાતી અટકાવી હતી અને ભારે જહેમત પછી મોડી રાતે આગ બુઝાવી શકાઇ હતી.શેડ અને બે વાહનો ભડભડ સળગતા હતા, દરવાજો પણ આગમાં લપેટાયો હોવાથી ઘરના સભ્યો બહાર નીકળી શકે તેમ ન હતા. પરંતુ મનીષ ભાઇએ બારીના કાચ તોડયા, જાતે દાઝી ગયા પણ પરંતુ જાનના જોખમે પત્ની અને પુત્રીનો જીવ બચાવ્યો હતો.
Monday, January 6, 2020
New
વીજતંત્રની ગુનાહીત ચુક થકી આંગણામાં આગ ભભુકી : પરિવારને બચાવવા જતા માલિક દાઝ્યા
કાઇમ