કંડલાના ટાંકાની આગ 50 કલાકે બુઝાઇ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 2, 2020

કંડલાના ટાંકાની આગ 50 કલાકે બુઝાઇ




30 ડિસેમ્બરના કંડલા વિસ્તારમાં આવેલા ટર્મીનલના ટાંકામા ધડાકા બાદથી ભભુકેલી આગ પર આખરે સંપુર્ણ કાબુ ત્રીજા દિવસે લવાયો હતો. દીન દયાલ પોર્ટ, કંડલાની નજીક ઈન્ડીયન મોલાસીસ કંપનીના 303 નંબરના ટાંકામાં 30મી ડિસેમ્બરના બપોરે ધડાકો થયો હતો,જે સાથે તેનું કવર અને તેના પર રહેલા ચાર લોકો પણ ફંગોળાયા હતા અને ચારના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ટાંકામાં મિથેનોલ હોવાથી ત્યારબાદથી સતત ચાલતી રહેલી આગને કાબુમાં લેવા અને આસપાસના ટાંકા સુધી તેની અસર પહોંચે તે માટે ફોમ અને પાણીનો 24 કલાક મારો ચલાવાઈ રહ્યો હતો. 50 કલાક જેટલા સમય સુધી અગ્નીશમન દળો, અધિકારીઓ,કર્મચારીઓએ સતત જહેમત ઉઠાવતા આખરે નવા વર્ષેના પહેલા દિવસે આગ પર કાબુ લાવી શકાયો હતો. આગના બીજા દિવસે મંગળવારથી મિથેનોલને પાઈપ વાટે બહાર કાઢીને અન્ય ટાંકામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ હતી. કેપ્ટન ડેપ્યુટી કન્ઝર્વેટીવ એસ.એસ.જાધવની આગેવાની હેઠળ તેને પુર્ણ કરાઈ હતી. ડીપીટીનું અગ્નીશમન દળ, રાજ્ય અને જિલ્લા, અદાણી પોર્ટ, કેસર એન્ટરપ્રાઈઝ, એચએમઈએલ સહિતનાના સહયોગથી ઓપરેશન પાર પડાયું હતુ. હવે ટાંકાએ આગ ફેંકવાનું બંધ કરતા તેની પાછળના કારણો જાણવાની કવાયત હાથ ધરવામાં આવશે. કંડલા મરીન પીઆઈ વી.એફ. ઝાલાએ જણાવ્યું હતુ કે એફએસએલની ટીમ આવી પહોંચી છે.